રસ્તા વચ્ચે નીકળ્યો વિશાળકાય એનાકોન્ડા! વીડિયો જુઓ, માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળ્યું.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સોશીયલ મીડિયામાં અવારનવાર જાનવરોને વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ એક એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં, એક એવી પ્રાણી જોવા મળ્યું છે જેને તમે જોતા જ ડરી જશો. આ વીડિયો ઉતારનાર લોકો તેની ખૂબ જ નજીક હતા છતાં પણ તેને કોઈને કંઈ કર્યું પણ નહીં અને પોતાની રોડ ક્રોસ કરીને ચાલ્યું ગયું. વાત જાણે એમ છે કે, હાલમાં જ એક એનાકોન્ડાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે જે દિવસના રસ્તાઓ વચ્ચે જોવા મળ્યો.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, ઇન્ટરનેટ પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક વિશાળકાય એનાકોન્ડા રસ્તા પર નીકળી પડ્યો હતો અને તેને જોતા જ સૌ કોઈ તેને જોવા માટે આતુર બની ગયો હતો અને ટ્રાફિક પણ જામ થઈ ગયું હતું. એનાકોન્ડાએ રોડ ક્રોસ ન કરી દીધો ત્યાં સુધી કોઈ વહાન ત્યાં થી પસાર ન થયું હતું.
એનાકોન્ડાને રસ્તો પાર કરવામાં ઘણો સમય લાગ્યો, પરંતુ કોઈએ વાહન આગળ ન વધાર્યુ. કેટલાક લોકો એનાકોન્ડા ખૂબ નજીક જઈને વીડિયો પણ ઉતારવા લાગ્યા, પણ તેણે કોઈની પર હુમલો ન કર્યો. લોકો સુરક્ષિત અંતરથી એનાકોન્ડાને રસ્તો પાર કરતા જોતા રહ્યા. ખરેખર આ એક માનવતા જ કહેવાય. આપણે જંગલ નાં રાજા સિંહ હોય કે પછી કાળિયારનાં વિડ્યો તેમાં તેઓ રસ્તા ક્રોસ કરતા દેખાયા હતા.
આ વાયરલ વીડીય જોયા બાદ લોકો કોમેન્ટ બોક્સમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે કે, જોઈને સારું લાગ્યું કે લોકો જાનવરોની મદદ કરી રહ્યા છે. બીજા એક યૂઝરે લખ્યું કે, ખૂબ આભાર કે આ સુંદર સાપને માર્યો નહીં. આ વીડિયો બ્રાઝીલ નોછે. આ એનાકોન્ડા એ કોઈપણ વ્યક્તિ હાનિ પહોંચાડ્યા વગર ઘાસમા ચાલ્યો ગયો હતો. આ વિડિયો જોઈને સૌ કોઈ ત્યાં હાજર લોકોના વખાણ કરી રહ્યા છે. તમે કૉમેન્ટ્સ બોક્સમાં જણાવો તમને આ વિડિયો કેવો લાગ્યો.