બનાસકાંઠા મા યુવાને આપઘાત કરતા પહેલા વિડીઓ ઉતારી ને કહ્યુ કે મારી પત્ની…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, લગ્ન જીવનમાં દરેક ને મુશ્કેલીઓ આવે છે. પરતું એનો મતલબ એવો નથી કે જીવન ટૂંકાવી દેવું જોઈએ. આપણે સોશિયલ મીડિયામાં અવાર નવાર સાંભળતા હોય છે આપઘાત ના બનાવ જેમાં મુખ્ય ઘરેલુ કંકાશ અને લગ્ન જીવન ના અણબનાવ હોય છે.આજે અમે એક એવા યુવાન વિશે જણાવીશું જેને પોતાની પત્ની ના લીધે આત્મ હત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું.ખરેખર આ તે કેવા વિધાતા નાં ખેલ.ભગવાન એ યુવાનની દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના કરીએ.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, બનાસકાંઠાના થરામાં એક પરિણીત વિદ્યાર્થી તેની પત્નીના આડા સંબંધોથી કંટાળીને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. સુસાઇડ નોટ ની સાથે તેને વીડિયોને આધારે પોલીસે મૃતકની પત્ની અને અન્ય ચાર યુવકો સહિત કુલ પાંચ લોકો સામે ગુનો નોંધી તપાસ કરી ગુનો નોંધવામાં આવ્યો.
ખરખર લગ્ન જીવનમાં જ્યારે અનૈતિક સંબંધ બહાર આવે છે, ત્યારે આવી જ ઘટનાઓ સામે બને છે. આ યુવાન તેની પત્નીનાં સંબંધ વિશે જાણ થતાં આ પહગલું ભર્યું.વાયરલ થયેલા વીડિયોમાં વિદ્યાર્થી કહી રહ્યો છે કે, “કિશને અબાસણામાં અનિલ અને વિષ્ણુ જોડે પાયલનું સાથે સેટિંગ કરાવ્યું. મને ખૂબ હેરાન કર્યો છે.”
અમરત રાઠોડનામનો યુવક થરાદ ખાતે આઇટીઆઇમાં અભ્યાસ કરે છે. અમરતના લગ્ન પાયલ નામની યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ તેની પત્નીના અન્ય યુવકો સાથે આડા સંબંધો હોવાની જાણ અમરતને થઇ હતી. જે બાદમાં અમરતે તેની પત્નીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અમરતની પત્નીએ તેની વાત માની ન હતી અને આડા સંબંધો ચાલુ જ રાખ્યા હતા અને આખરે પોતાનું જીવન ટૂંકાવ્યું. પોલીસ ને સમગ્ર વાતની જાણ થતાં જ તેમણે ચાર યુવાનો સહિત પત્ની સમક્ષ કાર્યવહી હાથ ધરવામાં આવી.