ગુજરાતનાં 59 વર્ષના મહિલા કોણ બનેગા કરોડપતિમાં અમીતાબજી સામે બેસીને આપશે સવાલ-જવાબ! આ પહેલા પણ તે…

ભારતના નારી પ્રધાન દેશ બનતો જાય છે, આપણે ત્યાં હવે પુરુષો કરતા હવે સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં મોખરે છે. ત્યારે આજે આપણે એક એવા મહિલા વિશે વાત કરવાની છે, જેઓ પોતાની ઉંમર ભલે વટાવી ચુક્યા છે પરંતુ તેમના અંદર રહેલા જ્ઞાન થકી આજે પણ અંતર મનથી તેજસ્વી છે. હાલમાં જ ગુજરાતનાં ખેડા જિલ્લાના સાક્ષરભુમી નડિયાદના 59 વર્ષના નમ્રતાબેન અજયભાઈ શાહ કે.બી.સીમા અમિતાબજી સામે સવાલોના જવાબ આપશે ત્યારે આપણા સૌ માટે ગર્વની વાત છે.

આ ઉંમરે પણ તેઓ કથ્થક નૃત્યના ક્ષેત્ર સાથે છેલ્લાં 40 વર્ષથી સંકળાયેલાં છે. તપસા એકેડમી ઓફ ડાન્સ દ્વારા આણંદ, વિદ્યાનગર, નડિયાદમાં તેઓ તાલીમ આપી રહ્યાં છે. તેમનો અભ્યાસ બીએસસી ફિઝિક્સ સુધીનો છે.તેમણે તાજેતરમાં નમ્રતાબેને KBC (કૌન બનેગા કરોડપતિ) સીઝન 13માં ભાગ લીધો છે. ઓડિશન આપતાં તેમનું સિલેક્શન થયું હતું. એ બાદ તેઓ હોટશીટ સુધી પહોંચી ચૂક્યાં છે.

હોટશીટ સુધી પહોંચવા માટે નમ્રતાબેને KBCના 4 જેટલા રાઉન્ડ પાર કર્યા છે. પૂરા ભારતમાંથી લગભગ 80 હજાર લોકોનું સિલેક્શન થાય છે. જે 4 રાઉન્ડ પૂરા થતાં થતાં ઓછા થતા જાય છે. તેમાંનાં એક નમ્રતાબેને છેક હોટશીટ સુધી પહોંચ્યાં છે. જે ગર્વ લેવા જેવી બાબત કહી શકાય છે. આ એપિસોડ આગામી સમયમાં રજૂ થવાનો છે, જેનો નડિયાદવાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમણે આ શોમાં કેટલી રકમ જીતી એ હાલ જાહેર કરાયું નથી

મહત્વની વાત એ છે કે, તેમનું અંગત જીવન પર એક નજર કરીએ તો ગેઓ ખેડા જિલ્લાના નડિયાદમાં સંતરામ મંદિર પાછળ આવેલી વકીલ સોસાયટીમાં રહેતાં નમ્રતાબેનને સંતાનમાં એક દીકરો છે, જે તબીબ ક્ષેત્રમાં જોડાયેલા છે. KBCમાં પહોંચેલા નમ્રતાબેને પોતાના અનુભવમાં કહ્યું કે, મારી હાલ ઉંમર 59માં રનિંગ અને આવતા મહિને 60માં હું પ્રવેશવાની છું ત્યારે મને વિશ્વાસ ન હતો મારા કરતાં વધુ યુવાન લોકો હતા.

છતાં હું પ્રથમ પ્રયાસમાં પાસ થઈ ગઈ.ખાસ વાત એ છે કે, તેઓ વર્ષ 2000માં નમ્રતાબેનના નાના ભાઈ કૃશાંગ શાહ જ્યારે બેંગલુરુમાં હતો ત્યારે કૃશાંગની KBCમાં પસંદગી થઈ હતી. આ સમયે નમ્રતાબેન કમ્પેનિયન તરીકે તેમની સાથે જોડાયાં હતાં. આ દરમિયાન કૃશાંગે 3 લાખ 20 હજારની રકમ જીતી હતી. હવે ફરી એકવાર આ ગુજરાતી મહિલા 20 થી 22 તા દરમિયાન ટીવીમા આવશે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *